Sabarmati Report : PM નરેન્દ્ર મોદીએ સોમવારે સાબરમતી રિપોર્ટ જોયા બાદ પોતાના વિચારો શેર કર્યા હતા. પીએમ મોદીએ એક્સ પર જઈને સ્ક્રીનિંગના ફોટા શેર કર્યા અને તેમની સમીક્ષા શેર કરી.
Sabarmati Report : આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતની ગોધરાની ઘટના પર આધારિત છે. પ્રધાનમંત્રી @narendramodi એ સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ.
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગયા મહિને 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ દરમિયાન PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મના વખાણ કર્યા હતા.
પ્રધાનમંત્રી @narendramodi એ સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' જોઈ#SabarmatiReport pic.twitter.com/EN9wVccPOj
— DD News Gujarati (@DDNewsGujarati) December 2, 2024
PM પીએમ મોદી જ નહીં પરંતુ ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે. અમિત શાહ ગયા મહિને 22 નવેમ્બરે ફિલ્મના નિર્માતાઓને પણ મળ્યા હતા. ફિલ્મના નિર્માતાઓની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે અમિત શાહે કહ્યું, “ધ સાબરમતી રિપોર્ટની ટીમને મળ્યો અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન આપ્યા.
'शब्दों में बयां नहीं कर सकता'
— NDTV India (@ndtvindia) December 2, 2024
पीएम मोदी के साथ फिल्म देखने पर बोले विक्रांत मैसी#SabarmatiReport । #PMmodi pic.twitter.com/35DbAeegOE
આજની વાત કરીએ તો એક્ટર વિક્રાંત મૈસી આજના દિવસે ખૂબ ચર્ચામાં રહ્યો છે. તેણે પોતાની રિટાયરમેન્ટની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. 37 વર્ષના વિક્રાંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘‘હવે તેની ઘર વાપસીનો સમય આવી ગયો છે.’’ સાથે જ તેણે લખ્યું કે, 2025માં આવનારી તેની બે ફિલ્મો છેલ્લી હશે.
આ પણ ખાસ વાંચો:
- Farmer Registration Gujarat: ખેડૂત “ફાર્મર આઈડી” રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? @gjfr.agristack.gov.in
- Nisus Finance Services IPO: 4 ડિસેમ્બરથી ખુલી રહ્યો છે નીસસ ફાયનાન્સ આઈપીઓ
વિક્રાંત મૈસીએ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પણ તેની નવી ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” હાલમાં બોક્સ ઓફિસ પર છવાયેલી છે. 15 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકો સાથે સાથે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ વાહવાહી મેળવી છે.
21 નવેમ્બરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફીનિક્સ પલાસિયો મોલમાં પોતાની કેબિનેટ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મળીને “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ જોઈ હતી