ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે આ કડવું જ્યુસ
જો તમે પણ સુગર લેવલ કંટ્રોલ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા છો તો તમે કારેલાનું જ્યુસ પીવાનું શરૂ કરી શકો છો.
ઘણી મોર્ડન રિસર્ચમાં પણ કારેલાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ માનવામાં આવ્યું છે.
કારેલામાં રહેલા પોલીપેપ્ટાઇડ-પી, ચરેન્ટિન અને ગ્લાયકોસાઇડ જેવા તત્વ સુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ હોય છે.
કારેલા ભૂખ ઓછી કરવામાં પણ મદદ કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
કારેલામાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, આયરન, બી3, બી9, બી1, બી2, પોટેશિયમ, ઝિંક, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે.
કારેલામાં ઘણા પાવરફુલ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે.
કારેલાનું જ્યુસ પીવાથી શરીરની ઇમ્યુનિટી પણ મજબૂત થઈ શકે છે.